આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

cyclone forecast : ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે. 25 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. 27 થી 28 ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે. ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે.

ટ્રેકટરની સબસીડી મેળવો : https://IndiaMART.in/v/k2pBalPW

સોલાર ઝટકા મશીન ફક્ત રૂ.1500 : https://IndiaMART.in/v/k2pBalPW

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ

હવામાન વિભાગે 25 અને 26 ઓક્ટોબરના રોજ અનેક જિલ્લાઓમાં ચેતવણી આપી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર,  આજથી 29 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી, ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરાઈ

25 તારીખે રાજ્યમાં ફરી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

26 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા  છે. માછીમારોને આ બે દિવસમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 35 થી 45 કિમી સુધી ઝડપ પહોંચી શકે છે, જેમાં 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો ફૂંકાઈ શકે છે. પોર્ટ વોર્નિંગ DC 1 પણ હાલમાં અમલમાં છે.

વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે!

25 થી 26 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા છ કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે. આ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.

અમદાવાદમાં વાતાવરણ કેવું જોવા મળશે?

અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે. વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ તે પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે. આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં, જેના પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે 24 ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત થઈ તારીખ 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શકયતા છે. જેમાં પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહશે. બંગાળના ઉપસાગરમાં 23 અને 24 ઓક્ટોબરમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે. તારીખ 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. cyclone forecast

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, બંગાળ ઉપ સાગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતા જોવું મળશે. બંગાળ ઉપસાગરનો વાવાઝોડું દક્ષિણ ભારતમાં અસર કરતા. વાવાઝોડું અરબી સમુદ્રમાં પ્રવેશતા ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દુર રહીને રાજસ્થાના ભાગો, પાકિસ્તાનના ભાગો, તે ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા રહેશે. જો કે એનો ટ્રેક હાલમાં કહી શકાય નહીં.

આ માસના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહેશે

અરબી સમુદ્રનું વાવાઝોડું બંગાળ ઉપસાગરનો ચક્રવાતના અસરથી ગુજરાતનું હવામાન પલટશે

7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે, જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે. cyclone forecast

નવરમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાન પલટાશે અને શિયાળે અને ચોમાસું આવ્યું હોય તેવું જણાશે. બંગાળ ઉપસાગરમાં ગતિ વિધિ દક્ષિણ ભારતમાં પ્રવેશી અરબી સમુદ્રમાં વાવાઝોડું પ્રવેશી શકે છે. અરબી સમુદ્રનો ચક્રવાત આવે તો રાજસ્થાન ઉત્તર ભારતના ભાગો ત્યાર બાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે.

cyclone forecast

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

26 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા  છે.

Leave a Comment